। કોલંબો । બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ ઓપનર આવિષ્કા ફર્નાન્ડોએ નોંધાવેલી ૭૯ રનની મદદથી શ્રીલંકાએ ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતને ત્રણ વિકેટે હરાવ્યું હતું. ભારતે ૨-૧થી શ્રેણી જીતી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારત ૨૨૫ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. તેના જવાબમાં વરસાદના કારણે શ્રીલંકાને ૪૭ ઓવરમાં ડકવર્થ લૂઇસ નિયમના આધારે ૨૨૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે સાત વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો. અગાઉ ભારતે ચોથી વિકેટ ૧૫૭ રનના સ્કોરે મનીષ પાંડેના સ્વરૃપે ગુમાવી હતી અને ત્યારબાદ ધબડકો થયો હતો. ઓપનર પૃથ્વી શોએ ૪૯ તથા સંજૂ સેમસને ૪૬ રનની ઇનિંગ રમવા ઉપરાંત બીજી વિકેટ માટે ૭૪ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતે ૨૩ ઓવરમાં ત્રણ વિકેટે ૧૨૩ રન બનાવ્યા હતા તે સમયે વરસાદનું વિઘ્ન નડયું હતું.
। બાર્બાડોસ । ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી વન-ડે મેચ ટોસ થયા બાદ કોરોનાના કારણે રદ કરી દેવામાં આવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમે પ્લેઇંગ-૧૧ની પણ જાહેરાત કરી દીધી હતી, પરંતુ મેચ શરૃ થવામાં વિલંબ થયો હતો અને ટેક્નિકલ મુશ્કેલીનું કારણ બતાવવામાં આવ્યું હતું પરંતુ બાયો-બબલના કોરોનાએ પ્રવેશ કર્યો હોવાના કારણે મેચને રદ કરાઇ હતી. વેસ્ટ ઇન્ડિઝ ટીમનો એક ખેલાડી કોરોનાથી સંક્રમતિ થયો છે અને ત્યારબાદ મેચને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ઔલેવાયો હતો. બાયો-બબલમાં કોરોનાનો મામલો સપાટી ઉપર આવ્યા બાદ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝની પૂરી ટીમને આઇસોલેશનમાં મોકલી દેવામાં આવી હતી. તમામ ખેલાડીઓને ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે. રદ કરવામાં આવેલી મેચ ક્યારે રમાશે તે નક્કી કરાયું નથી. આ અંગેનો નિર્ણય બંને ટીમના તમામ ખેલાડી તથા સહાયક સ્ટાફનો રિપોર્ટ આવ્યા બાદ લેવામાં આવશે. ગયા શનિવારે બંને ટીમો એક જ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા સેન્ટ લ્યૂસિયાનાથી બાર્બાડોસ આવી હતી. બંને ટીમો વચ્ચે રમાનારી ત્રીજી વન-ડેનું આયોજન પણ જોખમમાં મુકાયું છે.
। કોલંબો । ભારતીય ટીમે શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં એક સાથે પાંચ ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરીને ડેબ્યૂ કરાવ્યો હતો. આ ખેલાડીઓમાં સંજૂ સેમસન, નીતીશ રાણા, કે. ગૌથમ, રાહુલ ચહર તથા ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે. આ સાથે ભારત માટે વન-ડે રમનાર ખેલાડીઓની સંખ્યા ૨૪૧ સુધી પહોંચી ગઇ છે. ૫૦ વર્ષના વન-ડે ઔઇતિહાસમાં ભારત કરતાં માત્ર ઇંગ્લેન્ડે (૨૬૩) હાઇએસ્ટ પ્લેયર રમાડયા છે. ભારતે પ્રથમ વન-ડેમાં ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને તક આપી હતી અને બંને ખેલાડીની ડેબ્યૂ મેચ પણ હતી. ભારત બાદ ઓસ્ટ્રેલિયાએ ૨૩૩ અને પાકિસ્તાને ૨૩૧ ક્રિકેટર્સને વન-ડેમાં તક આપી હતી. ભારતે અત્યાર સુધીમાં ૯૯૬ વન-ડે રમી છે. ઓસ્ટ્રેલિયા ૯૫૬ વન-ડે સાથે બીજા ક્રમે છે. ત્યારબાદ પાકિસ્તાન (૯૩૬) ત્રીજા, શ્રીલંકા (૮૬૩) ચોથા અને વેસ્ટ ઇન્ડિઝ (૮૨૯) પાંચમા ક્રમે છે. બાંગ્લાદેશ ૩૮૮ વન-ડે સાથે ૧૦મા ક્રમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 42236 Views 24468 Views 22492 Views 20340 Views