કોરોનાના મૂળનો બીજી વખત અભ્યાસ કરવાની વાતથી ચીન ગિન્નાયું ઃ WHOની દરખાસ્ત ફગાવી Share ા બેઈજિંગ ા કોરોનાનું મૂળ ચીનની વુહાન લેબ છે કે કેમ તેનો બીજી વખત અભ્યાસ કરવાની વાતથી ચીન રોષે ભરાયું છે. બીજા તબક્કાનો અભ્યાસ કરવાની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ઉઁર્ં)ની દરખાસ્ત ચીને ફગાવી છે. ચીને આ અંગે આઘાત વ્યક્ત કરતા કહ્યું છે કે દરખાસ્તમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા વિજ્ઞાાનનું સન્માન કરતી નથી. કોરોનાનાં વાઈરસનું મૂળ ક્યાંથી ઉદ્ભવ્યું તે અંગેનાં અભ્યાસને રાજકીય રંગ આપવાનાં પ્રયાસોનો ચીન વિરોધ કરે છે તેમ ચીનનાં નેશનલ હેલ્થ કમિશન (ગ્દઁઝ્ર)નાં વાઈસ મિનિસ્ટર ઝેંગ યિશીને જણાવ્યું હતું. કોરોનાનો પહેલો કેસ ચીનનાં વુહાનમાં ૨૦૧૯નાં આખરમાં પ્રકાશમાં આવ્યો હતો. આ પછી કોરોનાની મહામારી આખા વિશ્વમાં ફેલાઈ હતી અને કરોડો લોકો તેનાથી સંક્રમિત થયા હતા તેમજ લાખો લોકોનાં મોત થયા હતા. આખા વિશ્વની ઈકોનોમી ખોડંગાઈ હતી. કોરોના વાઈરસ ચીનની વુહાન લેબમાંથી લીક થયો છે તેવા અભિપ્રાયનો ચીને વિરોધ કર્યો હતો. ઉઁર્ંનાં વડાએ દાવો કર્યો હતો કે, કોરોનાનું મૂળ શોધવા ચીન ગયેલી આંતરરાષ્ટ્રીય ટીમને ડેટા અને માહિતી આપવામાં આવી ન હતી.
ઝેંગે કહ્યું હતું કે કોરોના વાઈરસનું મૂળ શોધવા બીજા તબક્કાની તપાસ હાથ ધરવામાં આવે તેવી ઉઁર્ંની દરખાસ્તને ચીન ફગાવે છે કારણ કે તે રાજકીય બદઈરાદાથી પ્રેરિત છે અને વૈજ્ઞાાનિક હકીકતોથી વિસંગત છે. આ દરખાસ્તમાં એવી રજૂઆત કરાઈ છે કે ચીન દ્વારા લેબોરેટરીનાં નિયમોનો ભંગ કરવામાં આવતા વાઈરસ ફેલાયો છે. આ દરખાસ્ત વાંચ્યા પછી ચીન આંચકો અને આઘાત અનુભવી રહ્યું છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 36164 Views 32712 Views 29460 Views 25224 Views