Share । અમદાવાદ । કેલેન્ડર ૨૦૨૧ના મઘ્યાહને રોકાણકારોને વળતર આપવામાં વિકસિત બજારો અગ્રણી રહ્યાં છે. ઘણા વર્ષો બાદ વિકાસશીલ અથવા ઈર્મિંજગ બજારો કરતાં તેમનો દેખાવ ચડિયાતો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ટોચની ૫૦૦ કંપનીઓનું પ્રતિનિધિત્વ ધરાવતો એસએન્ડપી-૫૦૦ ઈન્ડેક્સ ૧૪.૨૬ ટકા સાથે સૌથી સારું વળતર દર્શાવી રહ્યો છે. જ્યારે ત્યારબાદ જર્મનીનો ડેક્સ અને ટેક્નોલોજી ઈન્ડેક્સ નાસ્ડેક, બંને ૧૩ ટકાનું રિટર્ન દર્શાવી રહ્યાં છે. ભારતીયો માટે સારી બાબત એ છે કે સ્થાનિક બેન્ચમાર્ક નિફ્ટી-૫૦એ પણ રોકાણકારોને ૧૨ ટકાથી વધુનું રિટર્ન પૂરું પાડયું છે. જાન્યુઆરીથી જૂન મહિનાની આખર સુધીમાં વિકાસશીલ બજારો કરતાં વિકસિત બજારોમાં જોવા મળેલું ઊંચું રિટર્ન સૂચવે છે કે વિકસિત અર્થતંત્રો સ્થાનિક લિક્વિડિટી સપોર્ટને કારણે કોવિડ મહામારીનો સામનો વધુ સારી રીતે કરી શક્યાં છે અને તેઓ ઝડપી આર્થિક રિકવરી દર્શાવી રહ્યાં છે. જ્યારે ઊભરતાં અર્થતંત્રો હજુ પણ મહામારી સામે ઝઝૂમી રહ્યાં છે. આૃર્યની વાત એ છે કે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ તેની ટોચથી થોડો છેટે ચાલી રહ્યો છે ત્યારે એસએન્ડપી ૫૦૦ તેની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યો છે. ચાલુ સપ્તાહે યુએસના ત્રણ બેન્ચમાર્ક્સમાંથી ડાઉ જોન્સ સિવાય એસએન્ડપી ૫૦૦ અને નાસ્ડેક નવી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. ૨૦૨૧ની શરૂમાં ૩૭૫૬ના સ્તરે ટ્રેડ થઈ રહેલો એસએન્ડપી ૫૦૦ જૂન મહિનાના અંતે ૪૩૦૦ના સ્તર નજીક જોવા મળતો હતો. આમ તેણે ૧૪ ટકાથી વધુનું રિટર્ન દર્શાવ્યું હતું. યુરોપના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીના શેરબજારે પણ સારો દેખાવ નોંધાવ્યો છે. ત્યાંનો બેન્ચમાર્ક ડેક્સ ૧૩.૨૦ ટકાના રિટર્ન સાથે વિકસિત બજારોમાં અગ્રણી રિટર્ન દર્શાવી રહ્યો છે. તે પણ તેની સર્વોચ્ચ ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ટેક્નોલોજી કંપનીઓનું પ્રભુત્વ ધરાવતો યુએસ સ્થિત નાસ્ડેક પણ ૧૩ ટકા રિટર્ન સાથે સારો દેખાવ સૂચવી રહ્યો છે. તે ડિસેમ્બર ૨૦૨૦ની આખરમાં ૧૨,૮૮૮ના બંધ ભાવ સામે ૧૪,૫૦૦ની સપાટી પાર કરી ગયો છે. એ વાત ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ કેલેન્ડર્સથી તે વૈશ્વિક બેન્ચમાર્ક્સમાં સૌથી શ્રેષ્ઠ દેખાવ દર્શાવી રહ્યો છે. જોકે નાસ્ડેકથી સારો દેખાવ નિફ્ટી-૫૦એ કર્યો છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Photo Gallery