Share અમેરિકામાં વેચાતી ઓપિઓઈડ (OPIOIDS) પ્રકારની પેઈનકિલર દવાઓ ગ્રાહકોને બંધાણી બનાવી મોતને ઘાટ ઉતારતી હોવાનો ટોચની ફાર્માસ્યુટિકલ કંપની સામે ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે કર્યો હતો. ન્યૂયોર્ક રાજ્યએ જોન્સન એન્ડ જોન્સનની કોરોનાકાળની ઉમદા કામગીરીના બદલામાં કરેલી સમજૂતી અનુસાર જોન્સન એન્ડ જોન્સન ૨૩ કરોડ ડોલરનો દંડ ભરશે અને હવે પછી અમેરિકામાં ક્યાંય OPIOIDS દવાઓનું ઉત્પાદન કે વેચાણ કરશે નહીં. આ દર્દશામક દવાઓએ ૨૨ વર્ષમાં પાંચ લાખ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. આ સમજૂતીથી જોન્સન એન્ડ જોન્સન સોમવારથી શરૂ થનાર કેસની સુનાવણીથી બચી ગઈ છે. ૧૯૯૯થી વેચાતી આ દવાએ પાંચ લાખ લોકોના પ્રાણ લીધા કંપનીની જાહેરાતોમાં કરાયેલા દાવા જુઠ્ઠા કોર્ટે નોંધ્યું હતું કે કંપનીના આ દવા વેચવા માટેના જાહેરાત કેમ્પેઈન જુઠ્ઠા અને લોકોને ભ્રમિત કરનારા હતા. એના કારણે નિર્દોષ લોકો ખોટી માન્યતાથી આ દવાઓ લેતા રહ્યા. કંપની દંડની રકમ ૯ વર્ષે ચૂકવશે જોન્સન એન્ડ જોન્સને સ્વીકાર્યું હતું કે તે આ રકમ ૯ વર્ષમાં ટુકડે ટુકડે ચૂકવશે. જો ન્યૂયોર્ક રાજ્ય OPIOIDS સેટલમેન્ટ ફન્ડ બનાવવા માટે નવો માયદો લાવશે તો કંપની પહેલા વર્ષમાં ૩ કરોડ ડોલર વધારાના ચૂકવી શકે છે. અમેરિકાભરમાં હજારો કેસ ચાલે છે જોન્સન એન્ડ જોન્સન સામે અમેરિકાના અનેક રાજ્યોમાં ચાલી રહેલા હજારો કેસોની સુનાવણી યથાવત ચાલુ જ રહેશે. ઓકલાહોમામાં જ ઓપિઓઈડ્સ દવાઓ માટે ૨૦૦૦ કેસ છે. તેમાં જ કંપનીએ ૧૭૦૦ કરોડ ડોલર ખર્ચવાના આવશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles June 3, 2021