Share બ્રિટનમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટમાં ફેરફાર તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં લીક ડોક્યુમેન્ટ દ્વારા સ્ટોરી ફાઇલ કરનાર પત્રકારોને ૧૪ વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. એટલું જ નહીં તેમની સાથે વિદેશી જાસૂસ જેવું વર્તન કરવામાં આવશે. અહીંના હોમ સેક્રેટરી પ્રીતિ પટેલની ઓફ્સિને ટાંકીને છપાયેલા એક અહેવાલ અનુસાર વિદેશી જાસૂસો પર સકંજો કરવા માટે બનાવવામાં આવેલા નવા કાયદા અંતર્ગત દોષિત સાબિત થયેલા આવા પત્રકાર જે લીક ડોક્યુમેન્ટ્સને હેન્ડલ કરે છે તેઓ તેમનો બચાવ પણ નહીં કરી શકે. આ અંગે સરકારનું કહેવું છે કે જ્યારે આ કાયદાઓ બનાવવામાં આવ્યા હતા કોમ્યુનિકેશનના સાધનો મર્યાદિત હતા જ્યારે આજના સમયમાં કોઇપણ પ્રકારે ડેટાથી પળવારમાં કોઇ દેશની સુરક્ષા અને સંપ્રભુતાને પડકાર ફેંકી શકાય છે એટલે આ ફ્ેરફર જરૃરી છે. આ અંગે ટીકાકારોનું કહેવું છે કે જો આ કાયદો હાલમાં અમલમાં હોત તો તે પત્રકાર પર કેસ કરવામાં આવ્યો હોત જેણે ખુલાસો કર્યો હતો કે હેલ્થ સેક્રેટરી મૈટ હૈનોકે કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંધન કર્યું. કેમ કે લીક થયેલા ઝ્રઝ્ર્ફ ફ્ૂટેજમાં તેમને સહકર્મીને ઓફ્સિમાં જ કિસ કરતાં જોવા મળ્યા હતા. સરકાર દ્વારા ૧૯૮૯ના કાયદામાં ફેરફાર ઇન્ટરનેટની અસર અને ખાસ કરીને ક્વિક ડેટા ટ્રાન્સફ્ર ટેકનિકના આ સમયને ધ્યાનમાં રાખતા ૧૯૮૯માં બનાવવામાં આવેલા આ કાયદામાં જરૃરી ફ્ેરફર કરવામાં આવી રહ્યા છે. હ્યુમન રાઇટ ઓર્ગેનાઇઝેશન અને લો કમિશન દ્વારા તેમની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જેઓનું કહેવું છે કે પત્રકારોને તેમના બચાવનો મોકો આપવો જોઇએ પરંતુ કન્સલ્ટેશન માટે જારી પેપરમાં ગૃહ ઓફ્સિે કહ્યું છે કે આ પ્રકારના પગલાંથી અમારા પ્રયાસોનું પરિણામ નહીં મળે અને તે જાહેર હિતમાં નહીં હોય. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 38388 Views 31804 Views 27948 Views 26312 Views