હવામાનમાં સતત ફેરફારો અને વરસાદના કારણે આંતરે દિવસે પહાડોનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હિમાચલના કિન્નૌર પછી હવે ગુરુવારે ઉત્તરાખંડના ચમોલીના મુખ્ય હાઈવે પાસે ભૂસ્ખલન થયું છે. અહીં ચમોલી જિલ્લાના જોશીમઠ-બદ્રીનાથ નેશનલ હાઈવે પાસે ભૂસ્ખલનના કારણે અહીં ઘણાં વાહનો ફસાયા છે. આખા રસ્તા પર કાટમાળ પથરાયો હોવાના કારણે રસ્તો બંધ થઈ ગયો છે. પરિણામે ઘણાં વાહનો ફસાઈ ગયા છે. | Uttarakhand: A landslide occurred near the motorway, close to Joshimath-Badrinath National Highway, that connects Thaing village in Chamoli district