WHOના મુખ્ય વ

WHOના મુખ્ય વૈજ્ઞાાનિકની ચેતવણી ઃ કોરોના રોગચાળો હજુ ધીમો પડયો નથી


WHOના મુખ્ય વૈજ્ઞાાનિકની ચેતવણી ઃ કોરોના રોગચાળો હજુ ધીમો પડયો નથી
Share
ડબ્લ્યૂએચઓના છ રિજનમાંથી પાંચ રિજનમાં કેસ વધી રહ્યા છે…
 
ા જિનીવા ા
વિશ્વ આરોગ્ય સંગઠન(ઉઁર્ં)ના મુખ્ય વૈજ્ઞાાનિક સૌમ્યા સ્વામિનાથન ચેતવણી ઉચ્ચારે છે કે વિશ્વમાં મોટાભાગના વિસ્તારોમાં કોરોના વાઇરસનંુ સંક્રમણ વધી રહ્યું છે. ડેલ્ટા વેરિઅન્ટના પરિણામે આ સંક્રમણ વધ્યું છે, તે સ્પષ્ટ પુરાવો આપે છે કે કોરોના વાઇરસનો રોગચાળો હજુ ધીમો પડયો નથી. પાછલા ૨૪ કલાકમાં વિશ્વમાં પાંચ લાખ જેટલા નવા કેસીસ નોંધાયા છે અને આશરે ૯,૩૦૦ લોકોનાં મોત થયાં છે જે દર્શાવે છે કે રોગચાળો ધીમો પડયો નથી. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક દેશોએ વેક્સિનેશનને ઝડપી બનાવીને સંક્રમણના ગેભીર કેસીસ અને હોસ્પિટલમાં ભરતીના પ્રમાણને નીચે લાવી દીધું છે. તેમ છતાં વિશ્વના મોટાભાગમાં ઓક્સિજનની અછત, હોસ્પિટલોમાં પથારીની અછત સાથે મૃત્યુનો ઊંચો દર જળવાઈ રહ્યો છે. સૌમ્યાએ જણાવ્યું હતું કે ડબ્લ્યૂએચઓના છ રિજનમાંથી પાંચ રિજનમાં કેસ વધી રહ્યા છે. આફ્રિકામાં બે સપ્તાહમાં મૃત્યુનો આંક ૩૦ ટકાથી ૪૦ ટકા સુધી વધી ગયો છે.
યુકેમાં ૨૪ કલાકમા ૩૫,૦૦૦થી વધારે કોરોના સંક્રમણના નવા કેસ નોંધાતા નિષ્ણાતો ચિંતિત
યુકેમાં પાછલા ૨૪ કલાક દરમિયાન ૩૫,૦૦૦થી વધારે કોરોના સંક્રમણના નવા કેસ નોંધાયા હતાં કે જે ફેબ્રુઆરી પછી પાંચ મહિનામાં સૌથી વધારે છે. બીજી તરફ યુકેની સરકાર તમામ નિયંત્રણોને ફગાવી દેવાની તૈયારી કરી રહી છે ત્યારે નિષ્ણાતો આ અભિગમ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી આવું ના કરવા ચેતવણી આપી છે.
 
મેક્સિકોમાં થર્ડ વેવનો આરંભ, મહત્તમ સંક્રમણ યુવાનોમાં
મેક્સિકો કોરોના વાઇરસ રોગચાળાના થર્ડ વેવમાં પ્રવેશ્યું છે. આ દેશમાં કોરોનાના સંક્રમણમાં આગલા સપ્તાહની સરખામણીએ ૨૯ ટકાનો ઉછાળો આવ્યો છે. જો કે દેશનં સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટ કહે છે કે કોરોનાનું મહત્તમ સંક્રમણ યુવાનોમાં છે જે લેસ વનરેબલ પીપલ્સ છે.
 
મે મહિનામાં ભારતને ઓક્સિજનની સપ્લાઈ કરનાર ઇન્ડોનેશિયામાં ઓક્સિજનની તીવ્ર અછત
દરમિયાન ઇન્ડોનેશિયામાં કોરોનાના ગંભીર કેસીસમાં ઝડપથી વધારે થઈ રહ્યો છે તેની વચ્ચે ઓક્સિજન સપ્લાઈની તીવ્ર અછત ઊભી થઈ છે. ફક્ત બે જ મહિનામાં પરિસ્થિતિએ ગંભીર વળાંક લીધો છે, મે મહિનામાં ભારતને ઓક્સિજનની સપ્લાઈ કરતું ઇન્ડોનેશિયા હાલમાં સમાન પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. નોંધનીય છે કે ઇન્ડોનેશિયાએ ભારતને આશરે ૩,૪૦૦ ઓક્સિજન સિલિન્ડર્સ અને કન્સન્ટ્રેટર્સની સપ્લાઈ કરી હતી. હવે ઇન્ડોનેશિયાએ ઓક્સિજનની મદદ માટે  વિશ્વ સમક્ષ ગુહાર લગાવી છે.
 
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
31352
Views
24732
Views
21264
Views
17432
Views

Related Keywords

Mexico , Indonesia , India , United Kingdom , , Health Department , Security World Health Organization , Main Warning Fall Corona , Mexico Corona , மெக்ஸிகோ , இந்தோனேசியா , இந்தியா , ஒன்றுபட்டது கிஂக்டம் , ஆரோக்கியம் துறை , மெக்ஸிகோ கொரோனா ,

© 2025 Vimarsana