ઓલિમ્પિક

ઓલિમ્પિકમાં વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો


ઓલિમ્પિકમાં વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો
Share
ા ટોક્યો ા
૨૦૧૬ની રિયો ગેમ્સમાં ‘ડિડ નોટ ફિનિશ’ના ટેગને ભૂંસવા માટે કટિબદ્ધ થયેલી ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકની વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો અને તેની ઉપર ટીકાકારો દ્વારા લાદવામાં આવેલા ટેગને પણ તેણે ભૂંસી નાખ્યું હતું. રિયો ગેમ્સની નિષ્ફળતાથી પ્રેરિત થયેલી ચાનુએ વિમેન્સ ૪૯ કિલોગ્રામ ઔવેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને તેણે આ ઇવેન્ટમાં ભારતને ૨૧ વર્ષ બાદ મેડલ અપાવ્યો હતો. ૧૮૯૬થી શરૃ થયેલી ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતે પ્રથમ દિવસે જ મેડલ જીત્યો હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. ચાનુ આ સિદ્ધિ મેળવનાર ભારતની પ્રથમ એથ્લેટ અને મહિલા વેઇટલિફ્ટર પણ બની છે. ચાનુ પહેલાં ભારત માટે ઓલિમ્પિકમાં કર્ણામ મલ્લેશ્વરીએ ૨૦૦૦ની ઓલિમ્પિકની વેઇટલિફ્ટિંગની ૬૯ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મીરાબાઈ ચાનુએ ફાઇનલ મેચમાં કુલ ૨૦૨ કિલોગ્રામ વેઇટ ઊંચકીને બીજું સ્થાન હાંસલ કર્યું હતું. ચીનની ઝિહૂઇ હૂએ ૨૧૦ કિલોગ્રામ વેઇટ સાથે ગોલ્ડ અને ઇન્ડોનેશિયાની વિન્ડી કાંતિકા એશાએ ૧૯૬ કિલોગ્રામ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચાનુએ ક્લીન એન્ડ જર્કમાં કુલ ૮૭ અને ૧૧૫ કિલોગ્રામ વેઇટ ઊંચક્યું હતું. તેણે ૨૦૦૦ની સિડની ઓલિમ્પિકમાં મલ્લેશ્વરીએના પ્રદર્શન કરતાં વધારે સારો દેખાવ કર્યો હતો.
 
ચાનુએ પોતાના શરીરના વજન કરતાં ડબલ વેઇટ ઊંચક્યું, રિયોની નિષ્ફળતા ભૂંસી નાખી
 
 
સતત ત્રીજી ઓલિમ્પિકમાં ભારતીય મહિલા એથ્લેટે મેડલ જીત્યો, ભારતમાં જશ્નનો માહોલ સર્જાયો
 
 
ભારતને ખુશીના પ્રારંભની આશા નહોતી, ચાનુના વિજયથી દેશ ઉત્સાહિત ઃ પીએમ
ટોક્યો ઓલિમ્પિકમાં પહેલા જ દિવસે ભારતીય વેઇટ લિફ્ટર મીરાબાઇ ચાનુએ રજત પદક જીતવાની સાથે જ વડા પ્રધાન મોદીએ ઉજવણીમાં દેશની આગેવાની લીધી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિકમાં આટલા શાનદાર પ્રારંભ માટે કહી શક્યા ન હોત. મીરાબાઇ ચાનુના ભવ્ય પ્રદર્શનથી આખો દેશ પ્રફુલ્લિત થઇ ગયો છે. ઔવેઇટ લિફ્ટિંગમાં રજત પદક જીતવા માટે ચાનુને અભિનંદન. તેમની સફળતા દરેક ભારતીયને પ્રેરણા આપી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મીરાબાઇ ચાનુને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય રમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે અન્ય રમતવીરો ભારતને ગૌરવ અપાવશે.
 
 
ઘરેણાં વેચીને માતાએ ચાનુને આપેલી લકી ઇયરરિંગ
ઓલિમ્પિકમાં ચાનુએ કાનમાં પહેરેલા એરિંગ્સ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. તેની માતાએ પાંચ વર્ષ પહેલાં પોતાના ઘરેણાં વેચીને પોતાની પુત્રીને આ ભેટ આપી હતી. ચાનુની માતાને આશા હતી કે કદાચ આ ભેટથી પોતાની પુત્રીનું નસીબ ચમકી ઊઠશે. ટોક્યો ગેમ્સમાં જ્યારે મીરાબાઈએ મેડલ જીત્યો ત્યારે માતા સેખોમ ઓંગ્બી તોમ્બી લીમા ખુશીથી રડી પડી હતી.
 
ચાનુએ મેડલ દેશને સર્મિપત કર્યો
મેડલ જીત્યા બાદ મીરાબાઈ ચાનુએ જણાવ્યું હતું કે મારા માટે આ સ્વપ્ન સાકાર થવા સમાન છે. હું મારો આ મેડલ દેશ અને મારી મેડલ સુધીની સફરમાં મારા માટે પ્રાર્થના દ્વારા સાથ આપ્યો છે તેમને સર્મિપત કરું છું.
 
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
52280
Views
32248
Views
26060
Views
16212
Views

Related Keywords

China , Indonesia , India , Sydney , New South Wales , Australia , Anurag Thakur , Olympics , Silver Medal , Security , Second Location , Sydney Olympics , Olympics Indian Women , Minister Modi , President Ramesh , Lucky Olympics , Medal Land , Medal Country , சீனா , இந்தோனேசியா , இந்தியா , சிட்னி , புதியது தெற்கு வேல்ஸ் , ஆஸ்திரேலியா , அனுராக் தாகூர் , ஒலிம்பிக்ஸ் , வெள்ளி பதக்கம் , பாதுகாப்பு , இரண்டாவது இடம் , சிட்னி ஒலிம்பிக்ஸ் , அமைச்சர் மோடி , ப்ரெஸிடெஂட் ரமேஷ் ,

© 2025 Vimarsana