૪૦૦ મીટર વ&#

૪૦૦ મીટર વિમેન્સ ફ્રી-સ્ટાઇલમાં એરિએનેને ગોલ્ડ, લેડેસ્કી પ્રથમ વખત ગોલ્ડથી વંચિત રહી


Share
ટોક્યો ઓલિમ્પિકની ૪૦૦ મીટર વિમેન્સ ફ્રી-સ્ટાઇલ સ્વિમિંગ ઇવેન્ટમાં ઓસ્ટ્રેલિયાની એરિએને ટિટમસે અપસેટ સર્જીને અમેરિકન સ્ટાર સ્વિમર કેટી લેડેસ્કી હરાવવાની સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. ઇવેન્ટ પહેલાં લેડેસ્કી આસાનીથી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લેશે તેવી અટકળો થઇ રહી હતી, પરંતુ એરિએને ટિટમસે અપસેટ સર્જીને અમેરિકન સ્વિમરને ગોલ્ડથી વંચિત રાખી હતી. એરિએનેના વિજય બાદ તેના કોચ ડીન બોક્સલ ઘણા ઉત્સાહમાં આવી ગયા હતા અને સ્ટેડિયમમાં પ્રેક્ષક ગેલેરીમાં કૂદવા માંડયા હતા. સોશિયલ મીડિયામાં તેમના સેલિબ્રેશનનો વીડિયો ઘણા વાઇરલ થયો હતો.
ઓસ્ટ્રેલિયન સ્વિમર એરિએનેએ અંતિમ ૫૦ મીટર કરતાં વધારે અંતરને ઝડપથી પૂરું કરીને ત્રણ મિનિટ ૫૬:૬૯ સેકન્ડમાં રેસ પૂરી કરીને ગોલ્ડ જીતી લીધો હતો. એરિએનેએ ઓસ્ટ્રેલિયન સ્વિમિંગ રેકોર્ડ પણ તોડયો હતો. અમેરિકાની લેડેસ્કીએ ત્રણ મિનિટ ૫૭:૩૬ સેકન્ડના સમય સાથે સિલ્વર તથા ચીનની લી બિંગજીએ ચાર મિનિટ ૧:૦૮ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ જીત્યો હતો.
અમેરિકાની અનુભવી સ્વિમર લેડેસ્કીએ ૨૦૧૬ની રિયો ઓલિમ્પિકમાં ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યા હતા. લેડેસ્કી કોઇ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ જીતી ના શકી હોય તેવો આ પ્રથમ બનાવ બન્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
73840
Views
23248
Views
19748
Views
13952
Views

Related Keywords

Australia , United States , Australian , American , China Lee , Olympics , American Star , Gold Medal , Silver Medal , ஆஸ்திரேலியா , ஒன்றுபட்டது மாநிலங்களில் , ஆஸ்திரேலிய , அமெரிக்கன் , சீனா லீ , ஒலிம்பிக்ஸ் , அமெரிக்கன் நட்சத்திரம் , தங்கம் பதக்கம் , வெள்ளி பதக்கம் ,

© 2025 Vimarsana