Morning Podcast: 144th Rathyatra In Ahmedabad, Rain In Several Districts Of The Gujarat મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:અમદાવાદમાં નાથની નગરચર્યા, અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘ મહેર, UPમાં અલકાયદાના બે આતંકી ઝડપાયા અમદાવાદ7 કલાક પહેલા કૉપી લિંક નમસ્કાર, આજે સોમવાર છે, તારીખ 12 જુલાઈ, અષાઢ સુદ બીજ આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર 1) અમદાવાદમાં રૂટ પર કર્ફ્યૂ સાથે જગન્નાથ રથયાત્રા યોજાશે, અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહેશે. 2) ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ખુલશે, વોટર શોથી લઈ તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થશે. 3) આજથી મુંબઈથી રાજકોટ વચ્ચે ઈન્ડિગો ફલાઇટ સેવા શરૂ થશે. 4) ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સ્વામિનારાયણ મંદિર, અડાલજ દ્વારા નવનિર્મિત શારદામણી સામુદાયિક કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો 1) રથયાત્રા પૂર્વે અમદાવાદમાં 3 કલાકમાં 3 ઈંચ વરસાદ, રાજકોટ સહિત રાજ્યના અનેક જિલ્લામાં મેઘ મહેર ગુજરાતમાં થોડા સમયના વિરામ બાદ ચોમાસું હવે ધીમે ધીમે ફરી જામી રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી હતી. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તેમજ આગામી 15 મે સુધીમાં તમામ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. 2) પતિ સાથેના ઝગડા, સાસુના અનૈતિક સંબંધો અને મામાજીની દારૂ પી બિભત્સ હરકતોથી ત્રાસી અમદાવાદની પરીણિતાનો આપઘાત અમદાવાદ શહેરના ગોતામાં સાસરિયાઓના ત્રાસથી એક પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરીણિતાની સાસુ પ્રેમ સંબંધ ધરાવતી હતી અને દિયર પણ પોતાના ઘરમાં મિત્રોને બોલાવીને દારૂ અને હુક્કાની પાર્ટી કરતો અને વાસણો પરીણિતા પાસે ધોવડાવતો હતો. તે ઉપરાંત તેને દહેજ પેટે 15 લાખ લાવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. 3) રથયાત્રાની પૂર્વ સંધ્યાએ CM રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી અને DyCM નીતિન પટેલ સાથે ભગવાન જગન્નાથની આરતી ઉતારી અષાઢી બીજે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વસંધ્યાએ CM રૂપાણીએ પત્ની અંજલિ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે આરતી ઉતારી હતી. આ દરમિયાન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. 4) ત્રીજી લહેરની સંભાવના વચ્ચે મહાકાળી માતાના દર્શન માટે 1 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક પહેરવાનું પણ ભૂલ્યા કોરો નાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે પાવાગઢમાં રવિવારે એક લાખ જેટલા યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતુ અને લોકો માસ્ક પહેર્યા વિના જ જોવા મળ્યા હતા. આમ પાવાગઢમાં કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા હતા. 5) UPમાં અલકાયદાના નવા મોડ્યુઅલનો ખુલાસો, લખનઉ સહિત 6 જિલ્લામાં આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર ઘડ્યું હતું લખનઉનાં કાકોરી પોલીસ સ્ટેશન વિસ્તારના દુબગ્ગામાં UP ATS સાત કલાકથી વધુ સમય સુધી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના કાયદો અને વ્યવસ્થા બાબતના ADG પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે ATSએ અલકાયદા સાથે જોડાયેલા અન્સાર ગઝવાતુલ હિન્દ (AGH)ના 2 આતંકી મિનહાઝ અહેમદ અને મસીરુદ્દીન ઉર્ફે મુશીરની ધરપકડ કરી છે. આ આતંકીઓની 15 ઓગસ્ટની આસપાસ આત્મઘાતી હુમલો કરવાની યોજના હતી.તેનો દોરીસંચાર પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદથી થતો હતો. 6) આખરે ટ્વિટર ઝૂક્યું, ભારતમાં રેસિડેન્ટ ગ્રીવાંસ અધિકારીની નિમણૂંક, IT પ્રધાનની ચેતવણીના 3 દિવસ બાદ કાયદાનો સ્વીકાર ટ્વિટરે આખરે ભારતના નવા આઈટી નિયમો સ્વીકાર્યા છે. કંપનીએ ભારતમાં તેના રેસિડેન્ટ ગ્રીવાંસ અધિકારીની નિમણૂક કરી છે. ટ્વિટરે તેની સત્તાવાર વેબસાઇટ પર જણાવ્યું છે કે તેમણે વિનય પ્રકાશને ફરિયાદ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. 7) ભારતનું કંધાર દૂતાવાસ બંધ,50 ઇન્ડિયન ડિપ્લોમેટ્સ અને કર્મચારીઓએ દૂતાવાસ છોડ્યું, તાલીબાનોનો દેશના 85% ભાગ પર કબ્જો અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા વર્ચસ્વથી અમેરિકા, રશિયા અને ભારત સહિત ઘણા દેશો માટે મુશ્કેલી ઉભી થઈ છે. સૂત્રો દ્વ્રારા માહિતી બહાર આવી રહી છે કે ભારતના 50 જેટલા ડિપ્લોમેટ્સ અને કર્મચારીઓએ કંધારના દૂતાવાસને ખાલી કરી દીધુ છે.તાલિબાનના પ્રવક્તા સુશીલ શાહીને ચાઇનીઝ મીડિયા સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને આપેલા એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે અફઘાનિસ્તાનના 85% ભાગ પર તાલિબાનોએ કબ્જો કર્યો છે. મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં 1) 16 લાખ કિમી પ્રતિકલાકની ઝડપે 'સ્ટૉર્મ' આગળ વધી રહ્યું છે, આનાથી GPS-મોબાઇલ સિગ્નલ પર માઠી અસર થવાની સંભાવના 2) અમેરિકાની ટોપની ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ સૌથી ખતરનાક, USમાં છેલ્લા બે સપ્તાહમાં અડધાથી વધુ આ વેરિઅન્ટના કેસ નોંધાયા 3) હવે ઈન્ડોનેશિયામાં કોરોનાને લીધે ભયજનક સ્થિતિ, હોસ્પિટલોમાં ઓક્સિજન અને બેડ ખૂટી પડ્યાં, વિશ્વ સમુદાય પાસે મદદ માગી 4) ટેરર ફંડિંગ મામલે કાર્યવાહી,અનંતનાગ, શ્રીનગર સહિત જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં NIAની રેડ; 5 લોકોની ધરપકડ આજનો ઈતિહાસ વર્ષ 1949માં આજના દિવસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પરથી પ્રતિબંધ હટાવાયો હતો, મહાત્મા ગાંધીની હત્યાના 5 દિવસ બાદ પ્રતિબંધ મુકાયેલો અને આજનો સુવિચાર પ્રભુ છે અને સર્વત્ર છે. આ તથ્ય આપણે બોલીએ તો છીએ, પણ આપણું આચરણ એવું છે કે જાણે પ્રભુ ક્યાંય છે જ નહીં. તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું.. અન્ય સમાચારો પણ છે... એપ ખોલો