Bezos rocket, capsule ready, will go into space today; Learn

Bezos rocket, capsule ready, will go into space today; Learn all about Bezos' space travel and its India connection | બેજોસનું રોકેટ, કેપ્સુલ તૈયાર, આજે જશે અંતરિક્ષમાં; જાણો બેજોસના સ્પેસ ટ્રાવેલ અને તેના ઈન્ડિયા કનેક્શન વિશે બધુ


Bezos Rocket, Capsule Ready, Will Go Into Space Today; Learn All About Bezos' Space Travel And Its India Connection
ભાસ્કર એક્સપ્લેનર:બેજોસનું રોકેટ, કેપ્સુલ તૈયાર, આજે જશે અંતરિક્ષમાં; જાણો બેજોસના સ્પેસ ટ્રાવેલ અને તેના ઈન્ડિયા કનેક્શન વિશે બધુ
4 કલાક પહેલાલેખક: રવીન્દ્ર ભજની
કૉપી લિંક
એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસની સ્પેસ ફ્લાઈટ કંપની બ્લુ ઓરિજિને રવિવારે કહ્યું કે તેઓ પોતાની હ્યુમન સ્પેસ ફ્લાઈટ માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ ફ્લાઈટમાં જેફ બેજોસ સહિત ચાર પેસેન્જર્સ હશે, જેઓ પૃથ્વીની સપાટીથી 100 કિમી ઉપર કારમન લાઈન સુધી જશે અને સુરક્ષિત પરત આવશે. સંપૂર્ણ ફ્લાઈટનો સમય 10-12 મિનિટનો રહેવાનો છે.
એક સપ્તાહ અગાઉ 11 જુલાઈને બ્રિટિશ અબજપતિ રિચર્ડ બ્રેન્સનના વર્જિન સ્પેસ શિપ (VSS) યુનિટી સ્પેસપ્લેનની ફ્લાઈટ સફળ રહી હતી. તેઓ 85 કિમી સુધી ગયા હતા. હવે બેજોસ 20 જુલાઈએ સ્પેસમાં જઈ રહ્યા છે. તેઓ પણ નીલ આર્મસ્ટ્રોંગના ચંદ્ર પર પગ મૂક્યાના 52 વર્ષ પછી. ખાસ વાત એ છે કે બ્રેન્સનની સાથે ભારતીય મૂળની સિરિશા બાંદલા ગઈ હતી, જ્યારે બેજોસની ન્યુ શેપર્ડ રોકેટ બનાવનારી એન્જિનિયરોની ટીમમાં મહારાષ્ટ્રના કલ્યાણની 30 વર્ષીય સંજલ ગવાંડે પણ સામેલ છે.
બેજોસની અંતરિક્ષ યાત્રા બ્રેન્સનથી ખૂબ અલગ રહેવાની છે. એ કેવી રીતે અલગ રહેશે? આ સ્પેસ ટુરિઝમને કેવી રીતે આગળ લઈ જશે. આવો જાણીએ...
પરંતુ સૌપ્રથમ સવાલ એ કે આખરે સ્પેસ શરૂ ક્યાંથી થાય છે?
આપને લાગતું હશે કે જ્યાં વાયુમંડળ ખતમ, ત્યાંથી સ્પેસ શરૂ થઈ જાય છે. પરંતુ એવું નથી. વાયુમંડળ તો ધરતીથી લગભગ 10 હજાર કિમી ઉપર છે. પરંતુ આ પણ અંતિમ સત્ય નથી. જેમ જેમ આપ ઉપર જશો, હવા ઓછી થતી જશે. ક્યાં ખતમ થઈ ગઈ, એ નિશ્ચિતપણે જાણવું મુશ્કેલ છે.
એ તો ઠીક, સ્પેસ શરૂ થવા અંગે અલગ-અલગ એજન્સીઓની પોતાની પરિભાષાઓ છે. નાસા અને આંતરરાષ્ટ્રીય સ્તરે એરોનોટિકલ અને એસ્ટ્રોનોટિકલ રેકોર્ડ રાખનાર સંગઠન ફેડરેશન એરોનોટિક ઈન્ટરનેશનલ માને છે કે કારમન લાઈનથી અંતરિક્ષ શરૂ થઈ જાય છે તો પછી કારમન લાઈન શું છે? આ એક કાલ્પનિક લાઈન છે, જે સમુદ્રની સપાટીથી 100 કિમી ઉપર છે.
બ્રેન્સનનું સ્પેસક્રાફ્ટ લગભગ 85 કિમી ઉપર સુધી ગયું હતું. તેના પછી પણ બ્રેન્સનના વર્જિન ગેલેક્ટિકની ફ્લાઈટમાં સવાર તમામ પેસેન્જર્સ એસ્ટ્રોનોટ બની ગયા છે. આનું કારણ છે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને યુનાઈટેડ સ્ટેટ્સ એર ફોર્સની સ્પેસની પરિભાષા, જે અંતરિક્ષને 50 માઈલ (80 કિમી) ઉપર માને છે.
બેજોસની ફ્લાઈટ ક્યાંથી અને ક્યારે ઉડ્ડયન કરશે?
બેજોસની ફ્લાઈટ 10-12ની સબઓર્બિટલ ફ્લાઈટ હશે, એટલે કે એ પૃથ્વીની કક્ષામાં નહીં જાય. બેજોસની બ્લુ ઓરિજિન કંપનીનું ન્યુ શેપર્ડ રોકેટ વેસ્ટ ટેક્સાસના રેગિસ્તાનથી 20 જુલાઈએ ભારતીય સમયાનુસાર સાંજે 6.30 વાગ્યે ઉડ્ડયન કરશે.
પેસેન્જર્સને સોમવારે સાંજે 6.30 વાગ્યાના લોન્ચની 45 મિનિટ અગાઉ ઓન-બોર્ડ થવાનું રહેશે. ક્રૂએ મિશન માટે 48 કલાકની ટ્રેનિંગ લીધી છે. એ સારી રહી છે. કર્મચારી પણ આઠ-આઠ કલાકની બે દિવસની ટ્રેનિંગ કરી ચૂક્યા છે. આ ટ્રેનિંગ ટિકિટ ખરીદનારા તમામ કસ્ટમર્સ માટે જરૂરી હશે. રોકેટની સાથે એક કેપ્સુલ હશે, જેમાં બેજોસના ભાઈ માર્ક, 82 વર્ષીય વેલી ફંક અને 18 વર્ષીય ટીનેજર ઓલિવર ડેમેન પણ હશે. આ ફ્લાઈટ પછી ફંક સૌથી વૃદ્ધ અને ડેમેન સૌથી યુવા એસ્ટ્રોનોટ બની જશે.
લગભગ ત્રણ મિનિટની ફ્લાઈટ પછી બ્લુ ઓરિજિનના ન્યુ શેપર્ડ રોકેટના બેજોસની કેપ્સુલ અલગ હશે અને સ્પેસમાં આગળ વધશે. લગભગ ચાર મિનિટ ઉડ્ડયન કર્યા પછી તે 100 કિમી ઉપર એટલે કારમન લાઈનને પાર કરશે.
આ દરમિયાન પેસેન્જર્સને વેટલેસનેસનો અનુભવ થશે અને કેપ્સુલ જમીન પર પરત આવવાની શરૂઆત કરશે. લગભગ 10-12 મિનિટની ફ્લાઈટ પછી કેપ્સુલ પેરાશૂટની મદદથી રેગિસ્તાનમાં ઉતરશે. આ દરમિયાન રોકેટ પણ ધરતી પર પરત આવી જશે. રોકેટ અને કેપ્સુલને વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે.
બેજોસ અને બ્રેન્સનની ફ્લાઈટમાં શું ફેર છે?
બ્રેન્સન અને બેજોસની ફ્લાઈટનો સંપૂર્ણપણે અલગ અનુભવ થશે. બ્રેન્સન પોતાના સ્પેસક્રાફ્ટમાં ગયા હતા, જેને પાયલટ ઉડાવી રહ્યા હતા. પરંતુ બેજોસની કેપ્સુલ ઓટોનોમસ હશે એટલે કે રોકેટથી અલગ થઈને આપોઆપ આગળ વધશે.
બ્રેન્સન લગભગ 85 કિમી ઉપર સુધી ગયા હતા, પરંતુ બેજોસની કેપ્સુલ 100 કિમી ઉપર કારમન લાઈનને ક્રોસ કરવાનું છે. પછી સ્પેસક્રાફ્ટ 90 મિનિટની યાત્રા પછી રનવે પર ઉતર્યુ હતું અને બેજોસની કેપ્સુલ પેરાશૂટની મદદથી રેગિસ્તાનમાં ક્યાંક ઉતરવાનું છે.
આ ફ્લાઈટ બ્લુ ઓરિજિન. કોમ અને યુટ્યુબ પર લાઈવ પ્રસારિત થશે. તેના ઉપરાંત દેશ-દુનિયાની તમામ ન્યુઝ ચેનલ્સ અને દૈનિક ભાસ્કરની એપ પર પણ તમે આ સ્પેસ ટ્રાવેલને લાઈવ જોઈ શકશો.
વર્જિન ગેલેક્ટિકની પ્રથમ ફ્લાઈટમાં ફાઉન્ડર રિચર્ડ બ્રેન્સન સહિત 6 લોકો ગયા હતા પરંતુ બ્લુ ઓરિજિનની પ્રથમ ફ્લાઈટમાં કંપનીના ફાઉન્ડર બેજોસની સાથે કંપનીના પ્રથમ કસ્ટમર ઓલિવર પણ હશે. જેણે મુસાફરીની ટિકિટ ખરીદી છે. ટિકિટની કિંમત જણાવાઈ નથી પણ બ્લુ ઓરિજિન માટે સેલ્સ જોનારા એરિયન કાર્નેલનો દાવો છે કે કેટલાક અન્ય લોકોએ પણ ટુરિસ્ટ ફ્લાઈટ બૂક કરી છે.
શું બ્લુ ઓરિજિનનું સ્પેસ રોકેટ પ્રથમવાર માણસોને લઈને સ્પેસમાં જઈ રહ્યું છે?
હા. આ ફ્લાઈટ અનેક રેકોર્ડ પણ બનાવશે. આ બ્લુ ઓરિજિનની પ્રથમ પાયલટ વિનાની સબઓર્બિટલ ફ્લાઈટ હશે, જેમાં સામાન્ય નાગરિક સવાર હશે. સૌથી વૃદ્ધ અને સૌથી યુવા એસ્ટ્રોનોટ પણ આ ફ્લાઈટથી બનવાના છે.
ન્યુ શેપર્ડ રોકેટ અને તેની કેપ્સુલ RSS ફર્સ્ટ સ્ટેપ ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. રોકેટ અને કેપ્સુલ આ પહેલા પણ ઉડ્ડયન કરી ચૂક્યા છે અને આ મિશન અગાઉ બે વાર સફળતાપૂર્વક લેન્ડ કરી ચૂક્યા છે. ન્યુ શેપર્ડ માટે અત્યાર સુધીમાં 15 ફ્લાઈટ્સ સફળ રહી છે. પરંતુ અત્યાર સુધી પેસેન્જર ક્યારેય ગયા નથી.
બ્લુ ઓરિજનની સ્પેસ રોકેટ બનાવનારી ટીમમાં સંજલ ગવાંડે કોણ છે?
મહારાષ્ટ્રના કલ્યાણની રહેવાસી 30 વર્ષીય સંજલ ગવાંડે એ ટીમનો હિસ્સો છે, જેણે બ્લુ ઓરિજિનનું ન્યુ શેપર્ડ રોકેટ બનાવ્યું છે. કમર્શિયલ સ્પેસફ્લાઈટ કંપનીમાં સિસ્ટમ એન્જિનિયર સંજલે મુંબઈ યુનિવર્સિટીથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હાંસલ કરી છે. તેઓ 2011માં મિશિગન ટેકનોલોજિકલ યુનિવર્સિટીથી માસ્ટર્સ ડિગ્રી લેવા અમેરિકા ગયા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીના પુત્રી સંજલે માસ્ટર્સ ડિગ્રી માટે એરોસ્પેસ સબ્જેક્ટ લીધો હતો અને ફર્સ્ટ ક્લાસથી તે પાસ કર્યો. કલ્યાણના કોલસેવાડી વિસ્તારમાં રહેનારા અશોક ગવાંડે કહે છે કે તે હંમેશા સ્પેસશિપ બનાવવા માગતી હતી. આ કારણથી તેને માસ્ટર્સ ડિગ્રીમાં એરોસ્પેસને સબ્જેક્ટ તરીકે પસંદ કર્યુ. તે સિએટલમાં બ્લુ ઓરિજિનમાં સિસ્ટમ્સ એન્જિનિયર તરીકે કામ કરી રહી છે.
કલ્યાણની રહેવાસી સંજલ ગવાંડે એ ટીમનો હિસ્સો છે, જેણે બ્લુ ઓરિજિનના ન્યૂ શેપર્ડ રોકેટને તૈયાર કર્યુ છે.
બેજોસની આ ફ્લાઈટ ભવિષ્યમાં કઈ રીતે સ્પેસ ટુરિઝમના બજારને આકાર આપશે?
આ લોન્ચ બ્લુ ઓરિજિન માટે સ્પેસમાં જોયરાઈડના ફ્યુચર માર્કેટ માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. અત્યારે કંપનીએ એ જણાવ્યું નથી કે ફ્યુચરની ટિકિટની કિંમત કેટલી હશે, પર ભારતીય ચલણમાં એ ટિકિટ કરોડોની થવાની છે.
સામાન્ય લોકોએ અગાઉ પણ પૈસા આપીને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધીની ઓર્બિટલ ફ્લાઈટ્સની સવારી કરી છે. પરંતુ આ ટ્રાવેલ સોયુઝ રોકેટ્સ અને કેપ્સુલ્સ હતા, જેને રશિયન સ્પેસ એજન્સીએ ઓપરેટ કર્યા હતા. તેનો અર્થ એ છે કે વ્યવહારિક રીતે સ્પેસ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી બ્રેન્સન પછી બેજોસની ફ્લાઈટથી જ આકાર લેશે.
બ્રેન્સનની કંપનીની તૈયારી 2022થી દર સપ્તાહે લોકોને સ્પેસ સુધી લઈ જવાની છે. આ માટે તે 2.50 લાખ ડોલર એટલે કે લગભગ 1.90 કરોડ રૂપિયા વસૂલવાની તૈયારીમાં છે. આ જ આધારે રોયટર્સના એક રિપોર્ટ અનુસાર 2030 સુધી સ્પેસ ટુરિઝમ માર્કેટ 3 બિલિયન ડોલર એટલે કે લગભગ 26 હજાર કરોડ રૂપિયાની થવા જઈ રહી છે.
બ્રેન્સનની વર્જિન ગેલેક્ટિક અને બેજોસની બ્લુ ઓરિજિન ઉપરાંત એલન મસ્કની સ્પેસ એક્સ પણ ઓર્બિટલ ટુરિઝમ ફ્લાઈટ્સનું પ્લાનિંગ કરી રહી છે. આ વર્ષે મસ્કની કંપનનું પ્રથમ સિવિલિયન ક્રૂ સ્પેસ મિશન લોન્ચ થવાનું છે. આ ઓર્બિટલ ફ્લાઈટ હશે, જેમાં અબજપતિ જારેડ ઈસાક્સન અને ત્રણ અન્ય આ જ વર્ષે ઉડ્ડયન કરવાના છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

United States , Mumbai , Maharashtra , India , United Kingdom , Russia , Michigan , Russian , British , Richard Virgin , Organization Federation International , Blue Origin , Aviation Administratione United States Air , Flight Company Blue Sunday , Unity Flight , Neil Moon , Indian Source , Maharashtra Welfare , Federal Aviation Administration , United States Air Force , Flight , West Indian , Blue New , Flight Blue Origin , Bhaskar App , Tourist Flight Book , Michigan Masters , Blue Systems , Future Market , ஒன்றுபட்டது மாநிலங்களில் , மும்பை , மகாராஷ்டிரா , இந்தியா , ஒன்றுபட்டது கிஂக்டம் , ரஷ்யா , மிச்சிகன் , ரஷ்ய , பிரிட்டிஷ் , ரிச்சர்ட் கன்னி , நீலம் ஆரிஜிந் , நீல் நிலா , ஒன்றுபட்டது மாநிலங்களில் அேக படை , விமானம் , மேற்கு இந்தியன் , நீலம் புதியது , மிச்சிகன் முதுநிலை , நீலம் அமைப்புகள் , எதிர்கால சந்தை ,

© 2025 Vimarsana