Conspiracy to carry out two drone strikes in two days in Ind

Conspiracy to carry out two drone strikes in two days in India, monitoring effective in dealing with it; Learn what the expert says | ભારતમાં બે દિવસમાં બે ડ્રોન હુમલા કરવાનું કાવતરું, તેની સામે કાર્યવાહી કરવામાં મોનિટરિંગ અસરકારક; જાણો શું કહે છે એક્સપર્ટ


Conspiracy To Carry Out Two Drone Strikes In Two Days In India, Monitoring Effective In Dealing With It; Learn What The Expert Says
ડ્રોનનું જોખમ કેટલું મોટું:ભારતમાં બે દિવસમાં બે ડ્રોન હુમલાનું કાવતરું, એની સામે કાર્યવાહી કરવામાં મોનિટરિંગ અસરકારક; જાણો શું કહે છે એક્સપર્ટ
નવી દિલ્હી18 કલાક પહેલા
કૉપી લિંક
9/11નો માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેનને યુ.એસ. એજન્સીઓએ પ્રિડેટર ડ્રોન દ્વારા શોધી કાઢ્યો હતો
ડ્રોન પર બોમ્બ અથવા વિસ્ફોટક લગાવાયેલા હોય છે
દેશમાં બે દિવસમાં બે ડ્રોન હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. શનિવારે રાત્રે જમ્મુના એરબેઝ પર બે ડ્રોન વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ પછી રવિવારે રાત્રે જમ્મુના જ કાલુચક સૈન્ય મથકમાં ડ્રોન દેખાયું હતું. નિષ્ણાતો કહે છે કે ડ્રોન અટેકથી બચવા માટે ટેક્નોલોજી અને વેપંસ ઉપરાંત મોનિટરરિંગ અને ડ્રોનનું વેચાણનું રેગ્યુલરાઈઝેશન કરવું એ એક અસરકારક માર્ગ છે.
ભાસ્કરે નિવૃત્ત એર માર્શલ અનિલ ચોપરા સાથે વાત કરી હતી. અમે જાણ્યું કે ડ્રોન હુમલાઓ સામે લડવા માટે દેશની પાસે હાલમાં શું વ્યવસ્થા છે, એના માટે વધુ શું કરી શકાય.
વાંચો, ડ્રોન હુમલા અંગે ડિફેન્સ એક્સપર્ટ સાથેની ખાસ વાતચીત ...
ભારતમાં ડ્રોન અટેકનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે, આ હુમલા કેવી રીતે થાય છે?
ડ્રોન અટેક ટેકનોલોજીનો ઉપયોગ ઘણાં વર્ષોથી વિશ્વમાં દરેક જગ્યાએ કરવામાં આવી રહ્યો છે. આ હુમલા ભારત માટે નવા હોઈ શકે છે, પરંતુ ષડયંત્રમાં ડ્રોનનો ઉપયોગ નવો નથી. પંજાબમાં શસ્ત્રો સપ્લાયનો કેસ એનું ઉદાહરણ છે. આ ઉપરાંત ભૂતકાળમાં જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં એના દ્વારા હથિયાર સપ્લાય કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
ખરેખર, ડ્રોન બે રીતે હુમલો કરે છે. પ્રથમ- આવા ડ્રોન પર બોમ્બ અથવા વિસ્ફોટક લાગેલા હોય છે. એનું લક્ષ્ય તો પહેલેથી જ નિર્ધારિત હોય છે. આ કામ GPS જેવી ટેકનોલોજીથી કરી શકાય છે. ડ્રોન લોકેશન અથવા ટાર્ગેટ પર બોમ્બ ફેંકી દે છે. આ બોમ્બ પણ એવા હોય છે કે તેઓ પડતાંની સાથે જ બ્લાસ્ટ થાય છે. આ સિવાય જેમના સમય પણ સેટ કરી શકાય છે. બીજું- ડ્રોન ટાર્ગેટ પર બોમ્બ સાથે ડ્રોપ કરી શકાય છે.
ભારતમાં આવા હુમલાઓથી બચવા માટે સિસ્ટમ શું છે?
ભારતીય ગુપ્તચર પાસે ચોક્કસપણે ડ્રોનની ખરીદી અને વેચાણ અંગેની માહિતી છે. આ મોનિટરિંગ દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત મોટા એરબેઝ, સૈન્ય મથકો અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સમાં AVIAN રડાર જેવી અત્યાધુનિક તકનીકીઓ પણ છે. તેમની રેન્જ 10-15 કિ.મી. તેમના દ્વારા પક્ષી પર પણ નજર રાખવામાં આવે છે. આ સિવાય વધુમાં મોનિટર થવા પર એન્ટી-એરક્રાફ્ટગન, મિસાઇલો, સ્નાઈપર્સની મદદથી પણ ડ્રોન જેવાં લક્ષ્યોને ધ્વસ્ત કરી શકાય છે.
સામાન્ય રીતે ફાયરિંગ દ્વારા જ એને ન્યુટ્રિલાઇઝ્ડ ​​​​​કરવામાં આવે છે, જેમ કે આપણે જમ્મુના કેસમાં જોયું છે. આ સિવાય નેટ ફાયરિંગ ગન પણ સુરક્ષા એજન્સીઓ પાસે છે, જે એવા ડ્રોનને જાળમાં ફસાવી દે છે અને એ જમીન પર આવી જાય છે. બધા બેઝ, એરપોર્ટ્સ, મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓનાં ઘરો અને તેમના કાફલાઓને સુરક્ષિત રાખવા માટે AVIAN રડાર જેવી ખર્ચાળ ટેક્નિકનો ઉપયોગ કરવા માટે હજી પણ સવાલ છે?
આવા હુમલાઓને ટાળવા માટે બીજી કઈ રીતો હોઈ શકે છે?
સૌપ્રથમ ડ્રોનનું મોનિટરિંગ અને ડ્રોનનું રેગ્યુલરાઇઝેશન કરવું એ સૌથી મહત્ત્વપૂર્ણ પગલું છે. સરહદી વિસ્તારો અને સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની ખરીદી અને વેચાણ અંગે પોલીસ સ્થાનિક સ્તરે અલર્ટ રહે. બીજું જે રીતે હથિયારોની ખરીદી માટે લાઇસન્સ અને ખૂબ જ મજબૂત દસ્તાવેજોની જરૂર પડે છે, ડ્રોનનાં ખરીદ-વેચાણ માટે પણ આવી જ વ્યવસ્થા કરવી જોઈએ, તેથી, તમારી પાસે એ રેકોર્ડ્સમાં હોય છે કે કોણે કોને અને કયું ડ્રોન વેચ્યું છે અથવા ખરીદ્યું છે.
બીજી બાબત છે ટેક્નિકલ ડ્રોન ઉડાવનાર અને ડ્રોનની વચ્ચે લિંકને જામ કરવી. મોટા ભાગના ડ્રોન જે પબ્લિક ઉપયોગ કરે છે એની એક કોમન ફ્રિક્વન્સી હોય છે, તેણે જામ કરી શકાય છે.
આ ડ્રોન અટેક કેટલો મોટો ખતરો બની શકે છે, એ કેટલું નુકસાન કરી શકે છે?
જમ્મુ એરબેઝ પર થયેલા હુમલામાં છતનો એક ભાગ તૂટી ગયો હતો, જ્યારે બે જવાન પણ ઘાયલ થયા હતા. હવે એને જોઈએ કે જો કોઈ એરક્રાફ્ટ કે ઓફિશિયલ પર બ્લાસ્ટ થયો હોત તો શું થાય? માની લો કે ટેકઓફ સમયે કોઈ વિમાનને 10-15 કિલોમીટર દૂર જમીન પર બેસીને કોઈ વ્યક્તિ ડ્રોનથી નિશાન બનાવે છે, તો એમાં બેઠેલા મુસાફરોનું જીવન જોખમમાં પડશે એ નિશ્ચિત છે. એ જ રીતે VIP મૂવમેન્ટ અને ડિફેન્સ મૂવમેન્ટ પર પણ હુમલો કરી શકાય છે.
જમ્મુમાં જે હુમલો થયો એના વિશે શું કહેશો?
આ હુમલાને કોઈ ઓનગ્રાઉન્ડ વર્કર કે આતંકવાદી, જે જમ્મુમાં બેઠો હોય તે પણ હુમલાને અંજામ આપી શકે છે. આ ઉપરાંત સરહદ પાર એટલે કે પાકિસ્તાનમાં રહેલું કોઈ આતંકવાદી સંગઠન પણ એ હુમલાને અંજામ આપી શકે છે, કારણ કે બોર્ડર પરથી આ જગ્યા ડ્રોનની રેન્જમાં છે. દેશ પર હુમલો કરી શકે છે. આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાની વાત છે, તો તેને પણ સંપૂર્ણપણે નકારી શકાય નહીં.
સૌપ્રથમ ડ્રોન હથિયારમાં ક્યારે બદલાયું?
ડ્રોનનો ઉપયોગ હથિયાર તરીકે અમેરિકામાં 9/11ના હુમલા પછી કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2001માં યુએસ સુરક્ષા એજન્સીએ તાલિબાન નેતા મુલ્લા ઉમરને ડ્રોનથી નિશાન બનાવ્યો હતો. જોકે તે આ હુમલામાં બચી ગયો હતો. 9/11ના માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેનને યુ.એસ. એજન્સીઓએ પ્રિડેટર ડ્રોન દ્વારા શોધી કાઢ્યો હતો.
ઓક્ટોબર 2001માં યુએસ સુરક્ષા એજન્સીએ તાલિબાન નેતા મુલ્લા ઉમરને ડ્રોનથી નિશાન બનાવ્યો હતો.
ત્યાર બાદ અમેરિકાએ પ્રિડેટર અને રિપર ડ્રોન અફઘાનિસ્તાનમાં તહેનાત કર્યા હતા. જોકે અમેરિકા પોતાના ડ્રોન ઓપરેશનના ઓફિશિયલ ડેટા જાહેર નથી કરતું. બ્રિટનની વાત કરીએ તો તેણે 2014થી 2018 વચ્ચે ઈરાક અને સિરિયામાં ISIS વિરુદ્ધ 2400 મિશન કર્યા એટલે કે દરરોજ લગભગ બે, આ દરમિયાન 398 વખત ટાર્ગેટ પર સ્ટ્રાઈક કરી હતી.
અમેરિકાની યોજના આગામી 10 વર્ષમાં 1 હજાર કોમ્બેટ ડ્રોન ખરીદવાની છે.
દુનિયામાં કોમ્બેટ ડ્રોનની શું છે સ્થિતિ?
હાલમાં સામે આવેલા રિપોર્ટ અનુસાર, સર્વિલન્સ માટે દુનિયાભરની ફોર્સેસ ડિફેન્સનો ઉપયોગ કરી રહી છે. કોમ્બેટ ડ્રોનની વાત કરીએ તો આગામી 10 વર્ષમાં દુનિયાભરમાં 80 હજાર સર્વિલન્સ અને 2 હજાર અટેક ડ્રોન ખરીદવામાં આવશે. અમેરિકાની યોજના આગામી 10 વર્ષમાં 1 હજાર કોમ્બેટ ડ્રોન ખરીદવાની છે. આ યાદીમાં ચીન બીજા નંબરે (68), રશિયા ત્રીજું (48) અને ભારત (38) સાથે ચોથા નંબરે છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Jammu , Jammu And Kashmir , India , Afghanistan , Iraq , United States , United Kingdom , Kashmir , Pakistan , Statese Ripper , Movemente Defense Movement , Expert New , Master Mind Osama Black Laden , Military Station , Air Marshall Anil Chopra , Defense Expert , Location Or Target , Attack How , Defense Movement , Jammu Sat , Operation Official , ஜம்மு , ஜம்மு மற்றும் காஷ்மீர் , இந்தியா , இராக் , ஒன்றுபட்டது மாநிலங்களில் , ஒன்றுபட்டது கிஂக்டம் , காஷ்மீர் , பாக்கிஸ்தான் , இராணுவம் நிலையம் , பாதுகாப்பு நிபுணர் , பாதுகாப்பு இயக்கம் ,

© 2025 Vimarsana