EU Approves 18 Thousand Students For Not Recognizing Covshield covacin, 4 Vaccines Recognized યુરોપિયન યુનિયનની વેક્સિન ગાઇડલાઇન:EUએ કોવિશિલ્ડ-કોવેક્સિન માન્ય ન રાખતાં 18 હજાર વિદ્યાર્થીને અસર, 4 રસીને માન્યતા અમદાવાદ13 કલાક પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર કૉપી લિંક ફાઇલ તસવીર યુરોપ થઈ યુએસ, કેનેડા જવું પડતું હોવાથી માન્યતા અંગે અવઢવ યુરોપિયન યુનિયને જાહેર કરેલી વેક્સિન પાસપોર્ટની ગાઇડલાઇન પ્રમાણે આ દેશોમાં પ્રવાસ કરવા માટે ચાર વેક્સિનને માન્યતા અપાઈ છે, જેમાં કોવિશિલ્ડ કે કોવેક્સિનનો સમાવેશ કરાયો નથી. યુરોપિયન યુનિયનના નિર્ણયની અસર ગુજરાતના 18 હજાર વિદ્યાર્થીઓને થશે. યુરોપિયન યુનિયને ફાઇઝર, મોર્ડના, એસ્ટ્રાજેનિકા અને જોહ્નસન એન્ડ જોહ્નસનની વેક્સિનને માન્ય રાખી છે. આ નિર્ણયની સૌથી વધુ અસર વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને થશે. કેર ઇમિગ્રેશનના એડવાઇઝર નિશિત પટેલે જણાવ્યું કે, યુરોપિયન દેશોમાં ગુજરાતથી ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે, પરંતુ કેનેડા, યુએસ માટે યુરોપિયન દેશોમાંથી પસાર થવું પડશે, જેથી આ વિદ્યાર્થીને માન્યતા મળશે કે કેમ તે અંગે અસંમજસતા છે. યુકે જનારામાંથી ત્રીજા ભાગના ગુજરાતીઓ ગુજરાતમાંથી ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, ઇટાલી, પાર્ટુગલ વગેરે દેશોમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ જાય છે, પરંતુ તેની સંખ્યા 10 હજાર જેટલી છે, જ્યારે યુકે માટે ભારતમાંથી જનારા કુલ વિદ્યાર્થીઓના ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ ગુજરાતથી જાય છે. - તરંગ પટેલ, ડિરેક્ટર, ગેટ વે ઇમિગ્રેશન યુરોપિયન દેશોમાંથી યુકે સૌથી લોકપ્રિય યુરોપિયન યુનિયનના દેશો પૈકી સૌથી વધુ વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ માટે જાય છે. તજજ્ઞોના અંદાજ પ્રમાણે યુકેમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8 હજાર જેટલી છે. જ્યારે ફ્રાંસ, જર્મની, પોલેન્ડ, ઇટાલી, પાર્ટુગલ, ફિનલેન્ડ જેવા દેશો માટે જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 10 હજાર જેટલી છે. અન્ય સમાચારો પણ છે... એપ ખોલો