Share ઓલિમ્પિકમાં ઇતિહાસ રચનાર વેટલિફ્ટર મીરાબાઇ ચાનુનું સ્વદેશ પહોંચતા જ સ્વાગત થયું. રમતગમત મંત્રાલયની તરફથી આયોજીત આ કાર્યક્રમમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકુર, ખેલ રાજ્ય મંત્રી નિશિથ પ્રામાણિકની સાથે કિરણ રિજિજુ, સર્બાનંદ સોનોવાલ અને જી કૃષ્ણ રેડ્ડી સહિત અન્ય કેન્દ્રીય મંત્રી હતા. રિજિજૂ અને સોનાવલ પહેલાં ખેલ મંત્રી રહી ચૂકયા છે. ઓલિમ્પિકના થોડાંક સપ્તાહ પહેલાં જ ખેલમંત્રાલયની જવાબદારી અનુરાગ ઠાકુરને સોંપવામાં આવી. અનુરાગ ઠાકુરે ટ્વિટર પર એક તસવીર શેર કરી છે. પોઝ આપતા કેપ્શનમાં લખ્યું આપણો વિક્ટી પંચ. ઠાકુરે હિમાચલી ટોપી, સાલ પહેરાવી ચાનૂ અને તેમના કોચને સમ્માનિત કર્યા. દેશવાસીઓના નામે કર્યો મેડલ ખેલ મંત્રાલય દ્વારા આયોજીત સમ્માનિત સમારંભમાં મીરાબાઈએ કહ્યું કે હું આ પદકને ભારતવાસીઓના નામે સમર્પિત કરવા માંગું છું. આ પદક હું બધાને સમર્પિત કરું છું જેમણે મારો હોંસલો વધાર્યો, જેમણે મારા માટે પ્રાર્થના કરી. હું પ્રધાન મંત્રી અને ખેલ મંત્રીને શુક્રિયા કહેવા માંગીશ. તેમણે મને બહુ ઓછા સમયમાં અભ્યાસ માટે અમેરિકા મોકલી હતી. બધી જ તૈયારીઓને એક દિવસમાં પૂરી કરાઇ હતી. ખત્મ કર્યો 21 વર્ષનો દુષ્કાળ મણિપુરની આ ખેલાડીએ 49 કિલોગ્રામ વર્ગમાં કુલ 202 કિલોગ્રામ (87 કિગ્રા + 115 કિગ્રા) ભારત ઉઠાવીને શનિવારના રોજ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આની પહેલાં ભારતને 2000 સિડની ઓલિમ્પિકમાં કર્ણમ મલ્લેશ્વરીએ કાંસ્ય પદક જીત્યો હતો. મણિપુર સરકારે આપ્યા એક કરોડ અને ASP પદ આની પહેલાં મણિપુરના મુખ્યમંત્રી એન.બીરેન સિંહે સોમવારના રોજ જાહેરાત કરી કે ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઇ ચાનૂને રાજ્ય પોલીસ વિભાગમાં ASP તરીકે નિમણૂક કરાશે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર તેમને એક કરોડ રૂપિયાનું ઇનામ પણ આપશે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles July 26, 2021