Share ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ચીન આનો પ્રચાર કરવા માટે અનેક કાર્યક્રમો કરી રહ્યું છે. આવા જ એક કાર્યક્રમમાં ભારતના કેટલાક નેતા સામેલ થયા. કાર્યક્રમ દિલ્હીમાં આવેલા ચીની દૂતાવાસમાં આયોજિત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં CPIMના મહાસચિવ સીતારામ યેચુરી, CPIના જનરલ સેક્રેટરી ડી. રાજા, લોકસભા સાંસદ ડૉ. એસ. સેંથિલકુમાર અને ઑલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોકના જી. દેવરાજન પણ સામેલ થયા. ત્યારબાદ ભાજપાએ કાર્યક્રમમાં સામેલ થનારા ડાબેરી નેતાઓ પર નિશાન સાધ્યું છે. બંગાળના બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે, એક તરફ સરહદ પર ચીનની સાથે વિવાદ ચાલી રહ્યો છે, બીજી તરફ કોમ્યુનિસ્ટ નેતા ચીનના કાર્યક્રમમાં સામેલ થઈ રહ્યા છે. ઘોષે કહ્યું કે, આ લોકો ચીન અને રશિયા પ્રત્યે તો વફાદાર છે, પરંતુ ભારત પ્રત્યે નથી. આ લોકો ચીનના ચેરમેનને પોતાના ચેરમેન માને છે. મેં દાયકાઓ સુધી કોમ્યુનિસ્ટ આંદોલનોને નજીકથી જોયા છે. જ્યારે અમેરિકા અને વિયતનામનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ડાબેરીઓ વિયતનામના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. કાર્યક્રમમાં ચીની રાજદૂત સુન વીડાંગે ભારત અને ચીની સેનાઓની વચ્ચે ગલવાનમાં થયેલી અથડામણનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, દરેક તક પર અમે અમારી સ્થિતિ સ્પષ્ટ કરી છે. આપણે આપણા દ્વીપક્ષીય સંબંધો મજબૂત કરવા પડશે. ભારત અને ચીનના સંબંધોના અર્થ છે. આપણે દુશ્મન નહીં, પરંતુ પાર્ટનર છીએ. આપણે એક-બીજાના રસ્તાની અડચણ નથી બનવાનું. સુન ડીવાંગે અમેરિકા પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, અમેરિકા અમને માનવઅધિકારોનું હનન કરનારો દેશ કહે છે, પરંતુ હકીકત એ છે કે અમેરિકા ખુદ માનવઅધિકારોને લઈને જાગૃત નથી. તે ખુદ ચીનના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરતું રહે છે. ચીનની કંપનીઓ અને અધિકારીઓ પર પણ અમેરિકા અલગ-અલગ ઠપ્પા લગાવતું રહે છે. કાર્યક્રમનું આયોજન વર્ચુઅલી કરવામાં આવ્યું હતું. વીડાંગે કહ્યું કે, 170 દેશોથી ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને અભિનંદન સંદેશ મળ્યા. ભારતની માર્ક્સવાદી પાર્ટી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીથી પણ અમને અભિનંદન સંદેશ મળ્યા હતા. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન TRENDING NOW 47388 Views 36268 Views 26888 Views 22644 Views