Share પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકન સ્વતંત્રતા દિવસના અવસર પર 4 જુલાઇના રોજ રાષ્ટ્રપતિ જો બાઇડેનને શુભેચ્છા પાઠવી હતી. તેનાથી ચીનને ભારતની તરફથી આકરો સંદેશો મળ્યો છે, કારણ કે તાજેતરમાં જ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના 100 વર્ષ પૂરા થયા હતા પરંતુ ભારત સરકારની તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી નહોતી. 4 જુલાઇના રોજ ઉજવાય છે અમેરિકન સ્વતંત્રતા દિવસ આપને જણાવી દઇએ કે અમેરિકામાં ચાર જુલાઇના રોજ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. આ અવસર પર પીએમ મોદીએ રાષ્ટ્રપતિ જો બાઇડેન સિવાય ત્યાંની પ્રજાને પણ શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આપણી રણનીતિક ભાગીદારીનું વાસ્તવમાં વૈશ્વિક મહત્વ છે. આઝાદીના મૂલ્યોને શેર કરે છે ભારત-અમેરિકા: PM PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે અમેરિકાના 245મા સ્વતંત્રતા દિવસના અવસર પર જો બાઇડેન અને ત્યાનાં લોકોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. જીવંત લોકતંત્રના રૂપમાં ભારત અને અમેરિકા સ્વતંત્રતા અને આઝાદીના મૂલ્યોને શેર કરે છે. આપણી રણનીતિક ભાગીદારીનું વાસ્તવમાં વૈશ્વિક મહત્વ છે. ભારતની તરફથી ચીનને નહોતી પાઠવી શુભેચ્છા આપને જણાવી દઇએ કે 1 જુલાઇના રોજ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના 100 વર્ષ પૂરા થયાનો જશ્ન ધામધૂમથી ઉજવાયો હતો. જો કે ભારત સરકારની તરફથી આ અવસર પર કોઇ શુભેચ્છા પાઠવવામાં આવી નહોતી. આ સિવાય ભારતની કોઇપણ રાજકીય પાર્ટીએ પણ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીને અભિનંદન પાઠવ્યા નહોતા. ધ હિન્દુાના રિપોર્ટ પ્રમાણે ભારતની તરફથી માત્ર સીપીએમ મહાસચિવ સીતારામ યેચુરીએ જીનપિંગને ચિઠ્ઠી લખી હતી. 1 વર્ષથી વધુ સમયથી ચાલુ છે સરહદ પર વિવાદ ભારત અને ચીનની વચ્ચે છેલ્લાં એક વર્ષથી પણ વધુ સમયથી સરહદ વિવાદ ચાલુ છે અને ચીની સૈનિક સતત ભારતીય સેનાની સાથે અટવાયેલ છે. ગયા વર્ષે જૂનમાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા. અથડામણમાં ચીની સૈન્ય અધિકારી અને જવાન પણ મર્યા હતા. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles July 5, 2021