ઉચ્ચશિક્&#xA

ઉચ્ચશિક્&#xA

ઉચ્ચશિક્ષણમાં ભારતનું નિરાશાજનક પ્રદર્શન સુધારા માગે છે


ઉચ્ચશિક્ષણમાં ભારતનું નિરાશાજનક પ્રદર્શન સુધારા માગે છે
Share
ઘટના અને ઘટન :- મણિલાલ એમ. પટેલ
આપણી છ દીકરીઓ ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેવા જાય, આપણી એક દીકરી ઇસરોની સ્પેસની પરીક્ષામાં ભારતમાં પ્રથમ નંબરે આવે, ક્રિકેટમાં વિશ્વકપ મળે ત્યારે આપણે ગૌરવ અનુભવીએ છીએ અને અનુભવવું જ જોઈએ પણ વિશ્વની શ્રેષ્ઠ ૨૦૦ યુનિવર્સિટીઓમાં ભારતની માત્ર ૩ને જ સ્થાન મળે ત્યારે આત્મનિરીક્ષણ કરવાની પણ જરૂર છે. આજે આપણે મેક ઇન ઇન્ડિયા, સ્માર્ટ સિટી, બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન જેવી આધુનિક સુવિધાઓ થકી દેશના વિકાસનું આયોજન કરવા પ્રયાસો કરી રહ્યા છીએ ત્યારે વિશ્વમાં વિકસતી નોલેજ સોસાયટી તરફ પણ ભારતે મહાસત્તા બનવા ધ્યાન આપવાની જરૂર છે. ૨૦૨૨માં આઝાદીનું અમૃતપર્વ આપણે ઊજવીશું ત્યારે વિશ્વની ટોચની ૨૦૦ યુનિ.ઓમાં માત્ર ભારતની ત્રણ જ છે તે દેશ માટે ગંભીર ચિંતા ને ચિંતનનો વિષય બનવો જોઈએ.
લંડનની ક્વારેલી સાયમડ્સ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી વિશ્વની શ્રેષ્ઠ યુનિ.ઓની યાદી પ્રસિદ્ધ કરાય છે. ક્યૂએસે વિશ્વની ૧૩ હજાર યુનિ.ઓમાંથી ૧,૩૦૦ની યાદી બનાવી હતી. જેમાં ભારતની ૩૫ યુનિ.ઓને સ્થાન મળ્યું છે. જ્યારે પ્રથમ ૨૦૦ યુનિ.ઓની યાદીમાં ભારતની માત્ર ત્રણ ટોચની સંસ્થાઓને સ્થાન મળ્યું છે. જેમાં આઇઆઇટી-મુંબઇ, આઇઆઇટી-દિલ્હી અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ-બેંગ્લુરૂનો સમાવેશ થાય છે. જ્યારે ૧થી ૧૦માં મોટાભાગની અમેરિકા અને બ્રિટનની યુનિ.ઓ છે.
જોકે આવી યાદી જરૂર આપણને નિરાશામાં ધકેલે પણ યાદી તૈયાર કરવાની પદ્ધતિ યા માપદંડો પણ મોટાભાગે અમેરિકા-બ્રિટનની યુનિ.ઓને સાંકળી લે તેવા હોય છે. ૧૦૦ ગુણમાંથી ૩૦ ગુણ શિક્ષણપદ્ધતિ, અભ્યાસક્રમ, સ્વ અભ્યાસ, સેમિનાર વગેરેના હોય છે. ૩૦ ગુણો સંશોધનોના હોય છે જેમાં સંશોધનોનું પ્રમાણ, આવક, ગુણવત્તા ને પેટન્ટનો સમાવેશ થાય છે. ૩૦ ગુણ કેટલા ટાંચણોમાં યુનિ.નો ઉલ્લેખ થયો છે યા તેનો સંદર્ભ આપવામાં આવ્યો છે અને સમાજને શી અસર કરે છે તેના હોય છે. અઢી ગુણ યુનિ. સલાહકાર તરીકે કેટલી આવક મેળવે છે તેના અને સાડાસાત ગુણ તેનું આંતરરાષ્ટ્રીય સ્તર કેવું છે ને તેનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ કેવો છે તેના હોય છે. જોકે માપદંડમાં ફેરફારો પણ થતા રહે છે પણ મોટેભાગે આ મુખ્ય માપદંડો છે.
ડો. રાધાકૃષ્ણન અને ડો. કલામ જેવા શિક્ષણશાસ્ત્રી ને વિજ્ઞાની આ દેશના રાષ્ટ્રપતિ બન્યા હોય ત્યારે આપણે આપણી ક્યાં કચાશ છે તેનો સંવાદ કરવાની જરૂર છે. ચૂંટણીમાં હારના કારણોની જેટલી ગંભીરતાથી સમીક્ષા થાય છે તેનાથી વધુ ગંભીરતાથી યુનિ.ઓની ગુણવત્તા મુદ્દે ચર્ચા થવી જોઈએ ને તે અત્યંત આવશ્યક પણ છે ને ખૂટતી કડીઓ શોધવાની પણ જરૂર છે. ૨૦૧૯ના આંકડા મુજબ ભારતમાં ૮૯૨ યુનિ.ઓ છે. જેમાં ૪૭ સેન્ટ્રલ યુનિ.ઓ, ૩૯૪ સ્ટેટ યુનિ.ઓ, ૧૨૫ ડિમ્ડ યુનિ.ઓ અને ૩૨૫ ખાનગી યુનિ.ઓનો સમાવેશ થાય છે. ત્રણ વર્ષમાં આ આંકડો વધ્યો પણ હશે, છતાં વિશ્વની ૨૦૦ યુનિ.માં માત્ર આપણી ત્રણ જ છે.
સૌથી વધુ શ્રેષ્ઠ યુનિ.ઓ ધરાવતું અમેરિકા નોલેજ સોસાયટીનું ઉત્તમ ઉદાહરણ છે. જે વૈજ્ઞાનિક સંશોધનોને વધુ પ્રોત્સાહન આપે છે અને સરકાર પણ સંશોધનો માટે આર્થિક સહાય કરે છે. અધ્યાપકોની ગુણવત્તા પણ ઊંચી છે. અધ્યાપકો શિક્ષણ સિવાય બીજા કામોમાં જોડાયેલા હોતા નથી. આપણે ત્યાં કોલેજમાં નોકરી માટે પીએચ.ડી ફરજિયાત હોવાથી સંશોધનો થાય છે ને તે પણ કેવાં હોય છે તે સૌ સારી પેઠે જાણે છે. યુનિ.ઓનું મુખ્યકાર્ય સંશોધનોનું છે જે નવા જ્ઞાનનું સર્જન કરે છે ને નવાં સમાજને જરૂરી પ્રબુદ્ધ વર્ગો પૂરા પાડે છે. જે લોકોનાને દેશના જીવનમાં પરિવર્તન લાવે છે. સૌથી વધુ સંશોધનો અમેરિકામાં થાય છે એટલે વિજ્ઞાનના ક્ષેત્રના સૌથી વધુ નોબેલ પારિતોષિક અમેરિકાને અત્યારસુધી મળ્યા છે અને શ્રેષ્ઠ વિદ્યાલયોની મોટી સંખ્યા પણ અમેરિકાની હોય છે.
અમેરિકામાં ૨૬૦ જેટલા સંશોધન વિશ્વ વિદ્યાલયો છે. જે જ્ઞાનના કારખાના જેવા છે નવી ટેક્નોલોજીની ટેક્નિકો શોધીને વ્યાપાર ઉદ્યોગને મદદરૂપ થાય છે ને આવક પણ કમાય છે અને તેનાં સંશોધનો, અભ્યાસલેખો વિશ્વભરમાં ઉપયોગમાં લેવાય છે યા તેનો ઉલ્લેખ કરાય છે. ત્યાંની યુનિ.ના ઘણા વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વિરાટ કંપનીઓ પણ સ્થાપી છે. આમ સંશોધનક્ષેત્ર ભારતની સ્થિતિ અમેરિકાની તુલનામાં નહિવત્ ગણાવી શકાય. વિશ્વના વૈજ્ઞાનિક સંશોધનોમાં ભારતનું પ્રદાન ૩.૪ ટકા ને ચીનનું ૧૧ ટકા છે.  ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરનારામાંથી માંડ એકાદ ટકો જેટલા જ વિદ્યાર્થીઓ સંશોધનો કરે છે. આપણું શિક્ષણ ચીલાચાલુ પદ્ધતિ ને વહીવટી કાર્યોની ગૂંચમાં ફસાયેલું રહેતું હોવાથી સંશોધન તથા શિક્ષણની ગુણવત્તા તરફ વિશેષ ધ્યાન અપાતું નથી.
બીજો વિચારવાનો મુદ્દો કુલપતિ અને અધ્યાપકોની પૂરતી સંખ્યા ને લાયકાતનો છે. યુનિ.ઓમાં જરૂરી અધ્યાપકોની ભરતી લાંબા સમય સુધી થતી નથી. કુલપતિઓની નિમણૂકનો માપદંડ ગુણવત્તા કે લાયકાત કરતાં રાજકીય વધુ હોય છે ને તેમની નિમણૂકના વિવાદો અદાલતો સુધી પહોંચે છે. ઉમાશંકર જોશી, યશવંત શુક્લ, પી.સી. વૈદ્ય કે મગનભાઈ દેસાઈ જેવા કેળવણીકારો કુલપતિ બનતા તે દહાડા હવે રહ્યા નથી. શિક્ષણમાં સરકારી હસ્તક્ષેપ વધતો જણાય છે. પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ પણ પૂરતું પ્રાપ્ત ન કર્યું હોય તેવા નેતાઓ ઉચ્ચ શિક્ષણ મંત્રી બની જાય છે. જ્યાં પટાવાળા માટે પણ લાયકાત જરૂરી છે. સંસદીય લોકશાહીમાં કોઈ ગૃહની એક બેઠક ખાલી પડે  તો છ મહિનામાં ચૂંટણી કરીને ભરવી પડે છે પણ આવો નિયમ કુલપતિ, આચાર્ય કે અધ્યાપકો માટે નથી એટલે લાંબા સમય સુધી આવી જગાઓ ખાલી રહેતા શિક્ષણની ગુણવત્તા ને માઠી અસર થાય છે.
આપણા વિદ્યાર્થીઓ મોટાપાયે અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયા ભણવા જઈ રહ્યા છે. કેમ કે ત્યાં અભ્યાસનો ખર્ચ કાઢવા નોકરીની જોગવાઈ ને તકો પણ છે. આપણે ત્યાં આ સગવડ હજુ સુધી ઊભી થઈ નથી. આપણે ત્યાં તો ભણ્યા પછી પણ નોકરીની કોઈ ખાતરી નથી. પીએચ.ડી પણ પટ્ટાવાળા કે કંડક્ટર માટે અરજી કરતા જોવા મળે છે. સારું વિદ્યાર્થીધન વિદેશોમાં ચાલ્યું જાય છે ને ત્યાં ભણીને ત્યાં જ ગોઠવાઈ જાય છે. કેમ કે માત્ર પુસ્તકનું જ્ઞાન જીવનમાં કંઈ ખપમાં આવતું નથી. આજે દેશમાં વિદ્યાર્થીઓને જે ભણવું છે તેવી ને તેટલી શિક્ષણ સંસ્થાઓ નથી એટલે તેને અનુકૂળ જગાએ પ્રવેશ મેળવી શકતો નથી ને પસંદગીની તક મળતી નથી.
ભલે વિશ્વની શ્રેષ્ઠ યુનિ.ઓની પસંદગીના માપદંડ યા પદ્ધતિ વિકસિત દેશોને અનુરૂપ હોય તો પણ આપણે તે દેશોની પદ્ધતિઓને પણ અનુસરવું પડશે. આપણી વર્તમાન શિક્ષણપ્રથાએ આપણી અત્યાર સુધીની જરૂરિયાતો સંતોષી છે, પણ હવે બદલાતા વિશ્વમાં અધ્યાપન, સંશોધન, ગુણવત્તા બધાનો વિચાર કરવો પડશે. ભવ્ય સંકુલોવાળી શિક્ષણ સંસ્થાઓની સંખ્યા વધવાથી વિકાસ થઈ જવાનો નથી. ઘરમાં વધુ બાળકો પેદા કરવા તે વિકાસની નિશાની નથી યા જાડું મોટા પેટવાળું શરીર સારા આરોગ્યનો માપદંડ નથી તેમ વધુ પડતી યુનિ.ઓ પણ વિકાસનો માપદંડ નથી પણ ગુણવત્તાયુક્ત યુનિ.ઓ જ દેશને નોલેજ સોસાયટી બનાવીને મહાસત્તા બનાવી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
57916
Views
37172
Views
35320
Views
32876
Views

Related Keywords

China, Australia, Tokyo, Japan, United States, India, London, City Of, United Kingdom, , Knowledge Society, Research World, Land Knowledge Society, Indian Institute, Tokyo Olympics, World Cup, Metro Train, United States Knowledge, Issue Chancellor, Appellant Shukla, Secondary Education, சீனா, ஆஸ்திரேலியா, டோக்கியோ, ஜப்பான், ஒன்றுபட்டது மாநிலங்களில், இந்தியா, லண்டன், நகரம் ஆஃப், ஒன்றுபட்டது கிஂக்டம், அறிவு சமூகம், ஆராய்ச்சி உலகம், இந்தியன் நிறுவனம், டோக்கியோ ஒலிம்பிக்ஸ், உலகம் கோப்பை, மெட்ரோ தொடர்வண்டி, இரண்டாம் நிலை கல்வி,