Share વિશ્વમાં કોરોનાના રોગચાળાના કારણે થતાં વૈશ્વિક મોતના પ્રમાણમાં પાછલા એક સપ્તાહમાં ૨૧ ટકાનો વધારો થયો છે કેમ કે ડેલ્ટા વેરિયન્ટે તેના પ્રકોપને પ્રસરાવવાનું જાળવી રાખ્યું છે તેમ વિશ્વ આરોગ્ય સંગઠને બુધવારે જણાવ્યૂું હતું. યુએન હેલ્થ એજન્સી WHO એ તેના સાપ્તાહિક રોગચાળાલક્ષી અપડેટમાં જણાવ્યું હતું કે પાછલા ૨૪ કલાક દરમિયાન નોંધાયેલાં કુલ ૬૯,૦૦૦ મોતમાંથી મોટાભાગના અમેરિકન્સ અને સાઉથઇસ્ટ એશિયામાં નોંધાયા છે. આ રિપોર્ટમાં WHOએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં સમગ્રતયા કોવિડ-૧૯ના નવા કેસીસમાં પણ આઠ ટકાનો ઉછાળો નોંધાયો છે કેમ કે પાછલા એક સપ્તાહ દરમિયાન રોજના ૫,૪૦,૦૦૦ નવા સંક્રમણના કેસીસ નોંધાઇ રહ્યા છે. યુએન એજન્સીએ આ રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી છે કે જો કેસમાં વધારાનો આ ટ્રેન્ડ, જળવાઇ રહેશે તો આગામી બે સપ્તાહમાં વૈશ્વિક સ્તરે નોંધાતા એકત્રીત કેસીસની સંખ્યા ૨૦ કરોડને એટલે કે ૨૦૦ મિલિયનને પાર થઇ શકે છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે પાછલા એક સપ્તાહ દરમિયાન દરેક એક લાખની વસ્તીએ મૃત્યુ દરનું પ્રમાણ સૌથી વધારે અમેરિકાના અને સાઉથઇસ્ટ એશિયાના પ્રદેશોમાં હતું જે અનુક્રમે ૨.૮ અને ૧.૧ હતું. ઇરાનમાં સતત ત્રીજા દિવસે જંગી માત્રામાં કોરોનાના નવા કેસ ઇરાનમાં બુધવારે કોરોનાના ૩૩,૮૧૭ નવા કેસ નોંધાયા હતા અને પાછલા ૨૪ કલાક દરમિયાન ૩૦૩ કોરોના પેશન્ટ્સનાં મોત નોંધાયાં હતાં. નોંધનીય છે કે મંગળવારે ઇરાનમાં સતત બીજા દિવસે રેકોર્ડ ઊંચી સપાટીએ ૩૪,૯૦૦ નવા કેસીસ નોંધાયા હતા અને તે દરમિયાન ૩૫૭ લોકોનાં મોત થયાં હતાં. મંગળવારે ઇરાનમાં એક દિવસમાં સૌથી વધારે કેસનો રેકોર્ડ નોંધાયો હતો. અમેરિકામાં કોરોનાના કેસ વધતાં ફેસમાસ્કની ભલામણ ટોચની અમેરિકન હેલ્થ એજન્સીએ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા હોય તેવા લોકોને પણ હાઇ-રિસ્ક એરિયામાં ફેસમાસ્કના ઉપયોગની ભલામણ કરી છે. સિડનીમાં ડેલ્ટા વેરિઅન્ટ વકરતાં લોકડાઉન મહિનો લંબાવાયું ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લોકડાઉન હજુ એક મહિનો લંબાવવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓ અનેક પ્રયાસો છતાં પણ નવા કેસીસને કાબૂમાં લઇ શકતાં નથી. બુધવારે કોવિડ-૧૯ના નવા કેસીસનો નવો રેકોર્ડ સર્જાયો હતો અને ૧૭૭ નવા કેસીસ નોંધાયા હતા. ભુતાને એક સપ્તાહમાં ૯૦ ટકા વસ્તીને ફુલ્લી વેક્સિનેટ કરી ભુતાને ૨૦ જુલાઇથી પોતાના નાગરિકોને વેક્સિનનો બીજો ડોઝ આપવાની શરૃઆત કરી દીધી હતી અને સાત દિવસની અંદર દેશની ૯૦ ટકા વસ્તીને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે તેમ દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. નોંધનીય છે કે ભારત અને ચીનની વચ્ચે આવેલો આ હિમાલયન દેશ ૨૦ લાખ કરતાં પણ ઓછી વસ્તી ધરાવે છે. અમેરિકામાં મફત બિયર, ફ્રાન્સ-બ્રિટનમાં I-ફોન, રશિયામાં ૧૦ લાખની કારની ઓફર કોરોના વેક્સિન લગાવવા બદલ રોલેક્સ ઘડિયાળથી લઇ૧૦ કરોડ રોકડ સુધી ગિફ્ટ કોરોના વેક્સિન મુકાવવા બદલ હોંગકોંગમાં રોલેક્સ ઘડિયાળથી લઇ ૧૦ કરોડના એપાર્ટમેન્ટ સુધી ઈનામની ઓફર કરવામાં આવી રહી છે. અમેરિકામાં મફત બિયર અને વિમાનની ટિકિટ ઓફર થઈ રહી છે. ફ્રાન્સ, બ્રિટનમાં આઈફોન તથા વર્લ્ડ ટૂરની ઓફર કરવામાં આવી રહી છે. રશિયામાં ૧૦ લાખ રૃપિયા સુધીની કાર ગિફ્ટ આપવામાં આવે છે. ભારતમાં UCOબેન્ક અને સેન્ટ્રલ બેન્કે વેક્સિન સાથે જોડાયેલી વિશેષ સ્કિમો લોન્ચ કરી છે. રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ વિશેષ સ્કિમ લઈ આવી રહી છે. અનેક બેન્કો વેક્સિન મુકાવનાર ગ્રાહકોને FD ઉપર વિશેષ વ્યાજની ઓફર આપી રહી છે. હોંગકોંગમાં રોલેક્સની ઘડિયાળ, ટેસ્લાની ઈલેક્ટ્રિક કાર, સોનાના બિસ્કિટ તથા ૧૦ કરોડ રૃપિયાના એપાર્ટમેન્ટ જેવી જબરજસ્ત આકર્ષક ઓફરો કરવામાં આવી રહી છે. કોરોનાના કારણે ૧૯,૦૦૦ વિદેશીઓ ઇન્ડોનેશિયા છોડી ગયા ઇન્ડોનેશિયામાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે અને દૈનિક મૃત્યુઆંક ૨૦૦૦ ઉપર પહોંચી ગયો છે તેની વચ્ચે જુલાઇની શરૃઆતથી અત્યાર સુધીમાં હજારો વિદેશીઓ ઇન્ડોનેશિયા છોડી ગયા છે. આ દેશમાં વેક્સિનની તીવ્ર અછત છે અને ઉપલબ્ધ વેક્સિન પ્રાથમિકતા ધરાવતાં જૂથોને આપી દેવામાં આવતી હોવાના કારણે દેશ છોડી જવાનું વલણ ઊભું થયું છે. આ મહિનાની શરૃઆતથી અત્યાર સુધીમાં જાકાર્તાના એરપોર્ટ મારફત ૧૯,૦૦૦ જેટલા વિદેશીઓ જતા રહ્યા છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે. તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન Related Articles July 29, 2021